Skip to main content
Settings Settings for Dark

કોરોના સંબંધિત ખોટી માહિતીના ફેલાવવાના પરિણામો ચીને ભોગવવા પડશે

Live TV

X
  • યુએસના સેનેટર સ્ટીવ ડેનેસે  રાષ્ટ્રપતિ ટ્રમ્પને પત્ર લખીને કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સે તબીબી પુરવઠો અને ઉપકરણો માટે ચીન પરની અવલંબન ઘટાડવું  જોઈએ

    યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે કોરોના વાયરસ અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયને ખોટી માહિતી આપવાના પરિણામો ચીન અને વિશ્વ આરોગ્ય સંગઠને ભોગવવા પડશે. ગયા વર્ષે ચીનના વુહાનમાં કોરોના સંક્રમણની શરૂઆત થઈ હતી. વિશ્વ આખું કોરોનાનો કહેર સહન કરી રહ્યું છે. ત્યારે, યુએસના સેનેટર સ્ટીવ ડેનેસે  રાષ્ટ્રપતિ ટ્રમ્પને પત્ર લખીને કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સે તબીબી પુરવઠો અને ઉપકરણો માટે ચીન પરની અવલંબન ઘટાડવું  જોઈએ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ડ્રગ મેન્યુફેક્ચરિંગ ફરી શરૂ કરવું જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે જાન્યુઆરીમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ સોશિયલ મીડિયા પર ચીનના પ્રચારને ટેકો આપ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસનો ચેપ માણસથી માણસમાં થતો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ફંડ આપનારા મોટા દેશોમાં યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. કોરોના ચેપથી વિશ્વભરમાં એક લાખ 19 હજાર 6સો 66 લોકો માર્યા ગયા છે અને લગભગ 20 લાખ લોકો તેનાથી સંક્રમિત છે. યુ.એસ.એ કોરોના ચેપ અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યાના મામલામાં સૌથી ખરાબ સ્થિતિ સહન કરી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply