વિશ્વમાં કોરોનાનું સંકટ ઘેરાયું, દર્દીઓનો આંક 19.40 લાખ પહોચ્યો
Live TV
-
વિશ્વભરમાં કોરોનાના દર્દીઓનો આંક 19.40 પર પહોંચ્યો. અત્યાર સુધીમાં 1.20 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 4 લાખથી વધુ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ઈટાલી પછી સૌથી ખરાબ અસર હાલ અમેરિકામાં જોવી મળી રહી છે. તો ફ્રાન્સમાં લોકાડાઉન વધુ એક માસ વધારવામાં આવ્યુ.
તો આ તરફ આઇએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલીના જ્યોર્જિવાએ કહ્યું કે આ વ્યવસ્થા હેઠળ દેવા હેઠળ ગરીબ સભ્ય દેશોને પ્રારંભિક તબક્કામાં પ્રથમ છ મહિનાની દેવાની જવાબદારીમાંથી રાહત મળશે
એવા સમયે કે જ્યારે વિશ્વના ઘણા શક્તિશાળી દેશો કોરોના વાયરસ રોગચાળો સાથે ઝઝૂમી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એવા દેશોની મદદ માટે આગળ આવ્યું છે કે જેમની પાસે આ કટોકટીનો સામનો કરવા માટે યોગ્ય આર્થિક વ્યવસ્થા નથી. આઇએમએફ એટ્લે કે (ઈંટર્નેશનલ મોનિટરિંગ ફંડ) દ્વારા 25 ગરીબ દેશોને લોનમાં ઝડપી રાહત આપવામાં આવી છે, જેથી તેઓ કોરોના સંકટનો અવિરત રીતે સામનો કરવા આર્થિક સહાય મેળવી શકે. સંસ્થાના આ નિર્ણયથી ફક્ત આફ્રિકા જ નહીં, પણ અફઘાનિસ્તાન, યમન અને હૈતી જેવા દેશોને પણ ફાયદો થશે.
પોતાના નિવેદનમાં આઇએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલીના જ્યોર્જિવાએ કહ્યું કે આ વ્યવસ્થા હેઠળ દેવા હેઠળ ગરીબ સભ્ય દેશોને પ્રારંભિક તબક્કામાં પ્રથમ છ મહિનાની દેવાની જવાબદારીમાંથી રાહત મળશે, પરંતુ આ દેશો કોરોના ગંભીર સ્થિતિમાં કટોકટીના તબીબી ઉપકરણો અને રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સમર્થ હશે.
