WHOને અપાતા અમેરિકન ફંડિગ પર રોક લગાવવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા આદેશ
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર કોરોના વાયરસ મહામારી સામે નિપટવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા અમેરિકન ફંડિંગ રોકી દેવાનો આદેશ કર્યો છે. ટ્રમ્પે વ્હાઇટહાઉસમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે WHO પોતાનું મુળ કર્તવ્ય નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે અને તેની જવાબદારી નક્કી થઈ જોઈએ.
તેમણે કહ્યું હતું કે આ સંસ્થાએ કોરોના વિશે ચીન દ્વારા કોરોના વાયરસ સંબંધિત જુઠને પ્રચારિત કર્યું જેના કારણે ,દુનિયાભરમાં આવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના જિનેવાથી સંચાલિત આ સંસ્થાને સૌથી વધારે 400 મિલિયન ફંડ આપે છે. જે કુલ બજેટના 15 ટકા છે.
આ સાથે જ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે કોરોના વાયરસ અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયને ખોટી માહિતી આપવાના પરિણામો ચીન અને વિશ્વ આરોગ્ય સંગઠને ભોગવવા પડશે. ગયા વર્ષે ચીનના વુહાનમાં કોરોના સંક્રમણની શરૂઆત થઈ હતી. વિશ્વ આખું કોરોનાનો કહેર સહન કરી રહ્યું છે. ત્યારે, યુએસના સેનેટર સ્ટીવ ડેનેસે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પત્ર લખીને કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સે તબીબી પુરવઠો અને ઉપકરણો માટે ચીન પરની અવલંબન ઘટાડવું જોઈએ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ડ્રગ મેન્યુફેક્ચરિંગ ફરી શરૂ કરવું જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે જાન્યુઆરીમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ સોશિયલ મીડિયા પર ચીનના પ્રચારને ટેકો આપ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના વાયરસનો ચેપ માણસથી માણસમાં થતો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ફંડ આપનારા મોટા દેશોમાં યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. કોરોના ચેપથી વિશ્વભરમાં એક લાખ 19 હજાર 6સો 66 લોકો માર્યા ગયા છે અને લગભગ 20 લાખ લોકો તેનાથી સંક્રમિત છે. યુ.એસ.એ કોરોના ચેપ અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યાના મામલામાં સૌથી ખરાબ સ્થિતિ સહન કરી છે.
