Skip to main content
Settings Settings for Dark

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઇડનને મળ્યું ઓબામાનું સમર્થન

Live TV

X
  •  બાઇડન ઓબામાના શાસનકાળમાં લાંબા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા

     

    અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ મંગળવારે રાષ્ટ્રપ્રમખપદની ચૂંટણીમાં જો બાઇડનની દાવેદારીનું ઔપચારિક સમર્થન કર્યું. તેમણે કહ્યું કે અમેરિકા જ્યારે મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યું છે.  બાઇડન ઓબામાના શાસનકાળમાં લાંબા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. બરાક ઓબામાએ કહ્યું કે, જો બાઇડન પાસે લાંબો અનુભવ અને ચરિત્ર છે અને તેઓ આપણા કઠણ સમયમાં માર્ગરદર્શન પૂરૂં પાડી શકે છે. લાંબા સમયથી જ્યારે અમેરિકા મુશ્કેલીમાંથી બહાર આવવા મથી રહ્યું છે ત્યારે સંકટમોચક બની શકે છે. મને વિશ્વાસ છે કે જો બાઇડનમાં એ બધા ગુણ છે જે એક રાષ્ટ્રપ્રમુખમાં હોવા જોઈએ.

    અમેરિકામાં આ વર્ષે નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપ્રમુખપદ માટે ચૂંટણી યોજાવાની છે. અત્યારે વિશ્વમાં કોરોના સંક્રમણનો સૌથી વધારે પ્રકોપ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. આ પહેલાં બર્ની સૅન્ડર્સ રાષ્ટ્રપ્રમુખપદની ઉમેદવારીના દાવેદાર
    તરીકે રેસમાં સામેલ હતા પરંતુ તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply