Skip to main content
Settings Settings for Dark

કોઈપણ દેશે મેડિકલ સામગ્રીના નિકાસ પર પ્રતિબંધ ન મૂકવો : IMF

Live TV

X
  • આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે કહ્યું કે આ સમય વિશ્વભરના તબીબી પુરવઠો અને આવશ્યક સાધનોના વેપાર પર પ્રતિબંધ મૂકવાનો નથી

     

    કોરોના વાઇરસના કહેરથી વિશ્વ ભરમાં  1,19,000 લોકોનાં મોત અને લગભગ 20 લાખ લોકોને ચેપ લાગ્યો છે ત્યારે  આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) એ બુધવારે તમામ દેશોને  કોરોના વાયરસ રોગચાળા સામે લડવા માટે વિશ્વભરમાં મેડિકલ સામગ્રીની વિશાળ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તબીબી પુરવઠોની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું ટાળવાનું કહ્યું છે. આઇએમએફ અને વર્લ્ડ બેંકની વાર્ષિક વસંત બેઠક પૂર્વે આઇએમએફના મુખ્ય મથક ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે કહ્યું કે આ સમય વિશ્વભરના તબીબી પુરવઠો અને આવશ્યક સાધનોના વેપાર પર પ્રતિબંધ મૂકવાનો નથી. ગયા વર્ષે મધ્ય ચાઇનાના વુહાન શહેરમાં આવેલા કોરોનાવાયરસ રોગચાળાને કારણે વિશ્વભરમાં સર્જિકલ માસ્ક, ગાઉન અને વેન્ટિલેટર જેવા તબીબી પુરવઠાની માંગ  છે, આ વાયરસ ઓછામાં ઓછા 185 દેશો અને પ્રદેશોમાં ફેલાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply