ક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અમેરિકાની મુલાકાતે, જો બાઈડન સાથે, મુલાકાત કરશે
Live TV
-
રશિયા અને ઉત્તર કોરિયાના રાષ્ટ્રીય નેતાઓની મુલાકાત બાદ, યુક્રેન અને રશિયાનો મામલો વધુ તંગ બન્યો છે. જે બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અમેરિકાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ન્યૂ-યોર્કની Staten Island યુનિવર્સિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાં ઝેલેન્સકી ઘાયલ યુક્રેનિયન સૈનિકોને મળ્યા હતા. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ તેઓ વોશિંગ્ટન જવા રવાના થશે, જ્યાં ઝેલેન્સકી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે, મુલાકાત કરશે. નોંધનીય છે,, કે ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધનો,, હજુ ઉકેલ આવ્યો નથી.
