Skip to main content
Settings Settings for Dark

ગઈકાલે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેની શપથવિધિ સમારોહ યોજાયો

Live TV

X
  • ગઈકાલે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેની શપથવિધિ કરવામાં આવી...તેમજ 56 વર્ષના કમલા હેરિસે અમેરિકાના પ્રથમ મહિલા નાયબ પ્રમુખના પદે શપથ લીધા..આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શુભકામનાઓ પાઠવી...

    ગઈકાલે જો બાઇડેન સૌથી મોટી વયના રાષ્ટ્રપતિ બન્યા અને ગઈકાલે રાત્રે તેમની શપથવિધિ પણ કરવામાં આવી.. અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડેને ગઇકાલે રાજધાની વોશિંગ્ટન ખાતે આયોજીત ઐતિહાસિક સમારંભમાં અમેરિકી પ્રમુખપદના શપથ લીધા. આ સાથે જ તેઓ 46મા અમેરિકી પ્રમુખ બની રહ્યા છે. 78 વર્ષના જો બાઇડેનને  સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જોન રોબર્ટ્સે કેપિટલ બિલ્ડીંગના વેસ્ટ ફ્રન્ટ ખાતે પદ અને  ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.  શપથ લીધા પછી જો બાઇડને કહ્યું હતું કે અમેરિકામાં તમામ વ્યક્તિનો અવાજ સાંભળવામાં આવશે. ભારતીય મૂળના કમલા હેરિસે પણ  પણ 49મા અમેરિકી નાયબ પ્રમુખપદે શપથ લીધા હતા. 56 વર્ષના કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા નાયબ પ્રમુખ બની રહ્યા છે. શપથ ગ્રહણ કર્યા પછી જો બાઇડેને વ્હાઇટ હાઉસ પહોંચીને અમેરિકી પ્રમુખપદનો હવાલો સંભાળ્યો હતો. પ્રમુખપદનો હવાલો સંભાળતાં જ જો બાઇડેને 15 કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કરવાની સાથસાથ 17 જેટલી કાર્યકારી કાર્યવાહીની દિશામાં પગલાં લીધા છે. કાર્યકારી આદેશ પ્રમાણે તમામ અમેરિકીઓ માટે માસ્ક ધારણ કરવું ફરજીયાત કરી દીધું છે. પેરિસ જળવાયુ પરિવર્તન સમજૂતીમાં અમેરિકાને પુનઃ સામેલ કરવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. બાઇડેને વિશ્વ આરોગ્ય સંગઠન સાથે પણ સંબંધોને બહાલી આપી છે. તેમણે ડો. એન્થની ફોસીની વિશ્વ આરોગ્ય સંગઠનમાં અમેરિકી પ્રતિનિધી તરીકે વરણી કરી હતી. મુલ્સિમ બહુમતી દેશો પર લગાવવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધોને દૂર કરવા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.મેક્સિકો સરહદે કટોકટી અમલીકરણનો નિર્ણય પણ પાછો ખેંચવામાં આવ્યો છે.
    અને આ અવસરે પ્રધાનમંત્રી મોદીએ પણ અમેરિકાના નવા પ્રમુખ અને કમલા હેરિસ  કે જેઓ  અમેરિકાના પ્રથમ મહિલા નાયબ પ્રમુખ બન્યા તેમને શુભકામનાઓ પાઠવી.. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભારત - અમેરિકી વ્યૂહાત્મક સહયોગને બળવત્તર કરવા બાઇડન સાથે કામ કરવા હું ઉત્સાહિત છું. પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના પ્રથમ મહિલા નાયબ પ્રમુખપદે શપથ લેવા બદલ કમલા હેરિસને પણ અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે આ ઐતિહાસિક પ્રસંગ છે. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા હું ઉત્સુક છું. ભારત- અમેરિકા વચ્ચેની ભાગીદારી વિશ્વ માટે લાભકારક રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply