અમેરિકા: આજે રાત્રે જો બાઇડેન મહાસત્તાના 46મા પ્રમુખ તરીકે લેશે શપથ
Live TV
-
એક તરફ અમેરિકી પ્રમુખ ની ચૂંટણીમાં ભારે બહુમતીથી જીતનાર જો બાઇડેન મહાસત્તાના 46મા પ્રમુખ તરીકે શપથ લેશે. તો બીજી તરફ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસને અલવિદા કહી વિદાય લીધી હતી. સેન્ટ એન્ડ્રુય એર બેઝ ખાતેથી વિદાય લેતા પહેલા તેમણે અમેરિકાવાસીઓને ,સંબોધ્યા હતા. તેમણે સંબોધનમાં કહ્યું કે, રાષ્ટ્ર પ્રમુખ તરીકેનો 4 વર્ષનો કાર્યકાળ અભૂત પૂર્વ રહ્યો હતો. આવનારા વર્ષોમાં પણ દેશ વાસીઓ માટે લડત ચાલુ રાખવાનું જણાવ્યું હતું. તેમણે પોતાના કાર્યકાળમાં 9 મહિનાની અંદર વેક્સિન વિકસાવવાની ઘટનાને તબીબી ચમત્કાર ગણાવ્યો હતો. આ પ્રસંગે ટ્રમ્પે સમર્થન આપનાર સમર્થકો પરિવાર અને મિત્રોનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખનો કાર્યકાળ પૂરો થતાં તેમના માટેનું ખાસ વિમાન એરફોર્સ-1 છેલ્લી સફરના ભાગરૃપે તેમને ઘરે મૂકવા જાય છે. ટ્રમ્પે એરફોર્સ-1માં આખરી સફર માણતા અમેરિકાવાસીઓને ગુડ બાય કહ્યું હતું.
