ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલા, 33 ફિલસ્તીનીઓના મોત
Live TV
-
ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 33 ફિલસ્તીનીઓના મોત થયા છે. હોસ્પિટલના અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. ઈઝરાયલી સેનાના કહ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં યુદ્ધ ગ્રસ્ત ગાઝામાં 130થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઘટના એવા સમય પર બની હતી જ્યારે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહુ યુદ્ધવિરામની સંભાવનાઓ પર ચર્ચા કરવા માટે અમેરિકા જઈ રહ્યા હતા. જ્યાં તેઓ વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના હતા.
ટ્રમ્પે હમાસને યુદ્ધ વિરામનો પ્રસ્તાવ આપ્યો
ટ્રમ્પે ગાજામાં યુદ્ધ વિરામ માટે એક શરૂઆતનો પ્લાન જણાવ્યો હતો, જેમાં 60 દિવસનો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ છે. જેમાં માનવતા દાખવવા માટે હમાસ દ્વારા કેદ કરવામાં આવેલા કેટલાક લોકોની મુક્તિની વાત કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્શ્ય 21 મહિનાથી શરૂ થયેલા યુદ્ધને સ્થાયી રુપથી પુરી કરવાની દિશામાં છે. ગાજા શહેરની મુખ્ય હોસ્પિટલના નિદેશક મોહમ્મ્દ અબૂ સેલમિયાના કહ્યા પ્રમાણે, ઈઝરાયલી હુમલામાં બે આવાસ ભવનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં 20 લોકો માર્યા ગયા અને 25 ઘાયલ થયા હતા.
ઈઝરાયલે કહ્યું, હમાસના કમાન્ડ સેન્ટરને નિશાન બનાવ્યા
ઈઝરાયલની સેનાએ હુમલા વિશે વાત કરતા જણાવ્યું હતું કે હમાસના કમાંડ અને નિયંત્રણ કેન્દ્રો, હથિયાર ભંડારણ સ્થળો અને સૈન્ય ઠેકાણાઓને લક્ષ્ય બનાવ્યા. સેના પ્રમાણે ઉત્તર ગાઝામાં ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા
