Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદી બ્રિક્સમાં હાજરી આપવા બ્રાઝિલ પહોંચ્યા, રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને ગળે લગાવ્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં હાજરી આપવા બ્રાઝિલ પહોંચ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ સમિટમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું. બંનેએ હાથ મિલાવ્યા અને એકબીજાને ગળે લગાવ્યા.

    બ્રિક્સ દેશોની 17મી સમિટ બ્રાઝિલના પ્રખ્યાત રિયો ડી જાનેરો શહેરમાં મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ ખાતે આયોજિત થઈ રહી છે. આ વખતે બ્રિક્સ સમિટનો એજન્ડા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો યોગ્ય ઉપયોગ, ક્લાઇમેટ એક્શન, ગ્લોબલ હેલ્થ જેવા મુદ્દાઓ છે. મોદી 12મી વખત આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદી ઘણા બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. ભારત બ્રિક્સ સમિટમાં સરહદ પાર આતંકવાદ અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી શકે છે.

    પ્રધાનમંત્રી મોદી 2 જુલાઈથી 10 જુલાઈ સુધી 5 દેશોની મુલાકાતે છે. તેઓ આર્જેન્ટિનાના ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો પછી રવિવારે સવારે બ્રાઝિલ પહોંચ્યા. બ્રાઝિલની તેમની મુલાકાત 3 દિવસની છે. તેઓ બે દિવસની રાજ્ય મુલાકાતે રાજધાની બ્રાઝિલિયાની પણ મુલાકાત લેશે. અહીં તેઓ રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply