Skip to main content
Settings Settings for Dark

ગુગલના CEO સુંદર પિચાઈ દ્વારા ગાંધીનગર ખાતે ગ્લોબલ ફિન્ટેક ઓપરેશન સેન્ટર ખોલવાની જાહેરાત કરાઈ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે વોશિંગ્ટન ડીસીમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, એમેઝોનના સીઈઓ એન્ડ્રુ જેસી અને બોઈંગના સીઈઓ ડેવિડ કૈલહુન સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી.ગુગલના CEO સુંદર પિચાઈએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે, ગૂગલ ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં 10 અબજ ડોલરનું રોકાણ કરી રહ્યું છે. તેમણે ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં ગૂગલ ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવાની પણ જાહેરાત કરી હતી. સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, ડિજિટલ ઈન્ડિયા માટે પ્રધાનમંત્રીનું વિઝન તેમના સમય કરતાં આગળ હતું અને તેઓ હવે તેને એક બ્લુપ્રિન્ટ તરીકે જુએ છે જેને અન્ય દેશો અનુસરવા માગે છે.

    એમેઝોનના સીઈઓ એન્ડ્રુ જેસીએ કહ્યું કે તેમની કંપની ભારતમાં સૌથી મોટા રોકાણકારોમાંની એક છે. તેઓએ પહેલેથી જ 11 અબજ ડોલરનું રોકાણ કર્યું છે અને વધુ 15 અબજ ડોલરનું રોકાણ કરવાનું લક્ષ્ય છે.બોઇંગના સીઇઓ ડેવિડ કૈલહુન જણાવ્યું હતું કે ભારતના વિકાસ માટે પ્રધાનમંત્રીનો જુસ્સો સૌથી મહત્વની બાબત છે. તેમણે કહ્યું કે, શ્રી મોદીને ઉડ્ડયન, એરોસ્પેસમાં વિશેષ રસ છે.  શ્રી કૈલહુન કહ્યું કે જ્યારે ટેક્નોલોજી અને તકો દેશ માટે નેતાની દીર્ધદ્રષ્ટિ  સાથે મળે  તે ખૂબ સરસ બાબત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply