ચાઈનીઝ લેન્ટર્ન ફેસ્ટિવલમાં 40 મીટર લાંબુ ડ્રેગન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું
Live TV
-
ચીનના ઘણા ઉદ્યોગોમાં ભાગીદાર એવા યુરોપના દેશ ઈસ્ટોનિયામાં પહેલીવાર ચાઈનીઝ લેન્ટર્ન ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો હતો.
રંગબેરંગી લાઈટિંગના આ ફેસ્ટિવલની થીમ ચાઈનીઝ રાખવામાં આવી હતી. 10 હજાર એલઈડી બલ્બનો ઉપયોગ કરી ફેસ્ટિવલમાં જાતભાતના સ્ટેચ્યૂ બનાવવામાં આવ્યા હતા. જેમાં 40 મીટર લાંબુ ડ્રેગન સ્ટેચ્યૂ, બ્રાઈટ પાન્ડા, પેગૌડા અને ડાયનાસોરે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. 16 ચાઈનીઝ ક્રાફ્ટ્સમેન દ્વારા બનાવવામાં આવેલ લાલટેન પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત ફેસ્ટિવલના સ્થળે 2000 વર્ષ જૂની ચાઈનીઝ પરંપરા પ્રમાણેના સ્કલ્પચર પણ બનાવવામાં આવ્યા હતા.
