Skip to main content
Settings Settings for Dark

ચીનના સિચુઆન પ્રાંતમાં ત્રણ નવા કેસ નોંધાયા, એક પણ કેસ ઘરેલુ સંક્રમણનો નથી   

Live TV

X
  • ચીનના શંઘાઇમાં એક કેસ નોંધાયો 

     

    ચીનમાં ઘરેલુ રીતે સંક્રમિત COVID-19નો કોઈ કેસ નોંધાયા નથી, એમ ચીનના આરોગ્ય વિભાગે સોમવારે જણાવ્યું હતું.ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે પોતાના દૈનિક અહેવાલમાં જણાવ્યું છે કે, બહારથી આવેલ ચાર કેસ માથી ત્રણ સિચુઆન પ્રાંતમાં  અને શંઘાઇમાં એક કેસ નોંધાયા છે.આ બીમારીથી સંબંધિત કોઈ મૃત્યુની જાણ થઈ નથી, એમ કમિશને જણાવ્યું હતું કે, શાંઘાઇમાં રવિવારે વિદેશથી એક નવો શંકાસ્પદ કેસ નોંધાયો હતો.

    રવિવારે નવ લોકોને રિકવરી બાદ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. રવિવાર સુધીમાં, મેઇનલેન્ડ ચાઇનમાં એકંદરે પુષ્ટિ થયેલ કેસો 83,040 પર પહોંચી ગયા હતા, જેમાં 65 દર્દીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેઓ હજુ સારવાર લઈ રહ્યાં છે, જેમાં કોઈની પણ ગંભીર હાલત નથી.

    કમિશને જણાવ્યું કે, કુલ મળીને, 78,341 લોકોને રિકવરી બાદ રજા આપવામાં આવી હતી અને આ રોગથી 46 34 લોકોનાં મોત નીપજ્યાં હતાં.રવિવાર સુધીમાં, મેઇનલેન્ડમાં કુલ 1,780 બહારથી આવેલા કેસ નોંધાયા હતા. આ કેસોમાંથી, 1,717 ને રિકવરી પછી હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, અને 63 હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા, જેમાં કોઈની પણ ગંભીર હાલત નથી. આયાત થયેલ કેસોમાંથી કોઈ મોતની જાણ થઈ નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply