વિશ્વમાં Covid-19 એ ચાર લાખથી વધુ લોકોનો લીધો ભોગ
Live TV
-
વિશ્વભરમાં 27 લાખથી વધુ દર્દી , સાજા થઇને ડિસ્ચાર્જ પણ થઇ ચુક્યા છે
કોરોના વાયરસ વિશ્વભરમાં , 4 લાખથી વધુ લોકોનો , ભોગ લઇ ચુક્યો છે. વિશ્વભરમાં સંક્રમણના , કુલ 68 લાખ 97 હજારથી વધારે કેસ સામે આવી ચુક્યા છે. રાહતની વાત એ છે , કે વિશ્વભરમાં 27 લાખથી વધુ દર્દી , સાજા થઇને ડિસ્ચાર્જ પણ થઇ ચુક્યા છે. કુલ મૃત્યઆંક 4 લાખને પાર થઇ ગયો છે. કોરોનાએ વિશ્વભરમાં , અમેરિકાને સૌથી વધુ પ્રભાવિત કર્યું છે. અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા , 19 લાખ 19 હજારને પાર કરી ગઇ છે. તો મૃતકોની સંખ્યા , 1 લાખ 9 હજારને પાર થઇ ગઇ છે. માત્ર ન્યૂયોર્કમાં જ મૃતકોની સંખ્યા, 30 હજારથી વધુ રહી છે. અમેરિકા પછીના ક્રમે , બ્રાઝિલ સંક્રમણનો સૌથી વધુ ભોગ બન્યું છે. બ્રાઝિલમાં સંક્રમિતોની સંખ્યા , 6 લાખ 72હજારને પાર કરી ગઇ છે. રશિયા માં સંક્રમિતોની સંખ્યા , 4 લાખ 58 હજારને પાર કરી ચુકી છે. રશિયામાં 5 હજાર 717 લોકોના , મૃત્યુ નોંધાયા છે. જ્યારે ફ્રાન્સમાં કોવિડ-19 કેસો ની સંખ્યામાં , ઘટાડો થઇ રહ્યો છે.
