ચીનની રાજધાનીમાં ભયાનક પૂરની સ્થિતિ, બેઈજિંગમાં વરસાદે 140 વર્ષનો તોડ્યો રેકોર્ડ
Live TV
-
ચીનની રાજધાની બેઈજિંગમાં વરસાદે 140 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જેને પગલે બેઇજિંગમાં ભયાનક પૂરની સ્થિતિ ઊભી થઈ છે.
ચીનની રાજધાની બેઇજિંગમાં વરસાદે છેલ્લા 140 વર્ષનો ભારે વરસાદ પડતાં બેઇજિંગમાં ભયાનક પૂરની સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 36 કલાકમાં બેઇજિંગમાં 29 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજધાની બેઇજિંગ સહિત અન્ય સ્થળોએ ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
બેઇજિંગમાં વરસાદે કારણે ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા છે જેને કારણે જનજીવનને ભારે અસર થઈ છે. બેઇજિંગની આસપાસના વિસ્તારોમાં પૂરથી સ્થાનિક રિપોર્ટ મુજબ અંદાજિત 20થી વધુ લોકોના મોત થયા છે અને 27 અન્ય લોકો ગુમ છે. દક્ષિણ પશ્ચિમ પ્રાંત સિચુઆનમાં પૂરના કારણે 85,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
