ચીનમાં કોરોનાના કહેર યથાવત, મૃત્યુ આંક 2592 થયો
Live TV
-
કોરોનાના સંક્રમણ કેસની સંખ્યા 77 હજારને પાર
ચીનમાં ધાતક કોરોના વાયરસથી 150 વધુ લોકોના મૃત્યું બાદ કુલ મૃત્યું આંક 2592 થયો છે. જ્યારે સંક્રમણ કેસની સંખ્યા 77 હજાર થઇ છે. દરમિયાન WHO ના નિષ્ણાતોએ તેને સૌથી વધુ પ્રભાવીત હુબેહી પ્રાતની રાજધાની વુહાનમાં હાસ્પિટલની મુલાકાત લીધી હતી. કોરોના વાયરસની ઝપટમાં આવેલ વુહાન શહેરમાં સોમવારે એક મહિનાના બંધને આંશિકરૂપે પૂર્ણ કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી અને ત્રણ કલાક અંદર તે નિર્ણય પરત ખેંચ્યો હતો. ચીને ઘાતક કોરોના વાયરસના કારણે પાંચ માર્ચથી શરૂ થનાર સંસદના વાર્ષિક સત્રને સ્થગીત કરવાનો સોમવારે નિર્ણય કર્યો હતો. દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 8 થઈ છે. આ સાથે કોરોના વાયરસના કેસની સંખ્યા 800થી વધુ થઈ છે. આરોગ્ય અધિકારી દક્ષિણ-પશ્ચિમ શહેર ડાઈવુમાં વાયરસના સંક્રમણને રોકવા પ્રયત્નશીલ છે. અહીં વાયરસથી અડધાથી વધુ કેસો સામે આવ્યા છે. આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને દિલ્હીમાં કોરોના વાયરસ અંગે સમીક્ષા બેઠક કરી હતી. ચીનથી મંજૂરી મળ્યા બાદ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવીત વુહાન શહેર માટે ભારત સૈન્ય પરિવહન વિમાનથી 26 ફેબ્રુઆરીએ રાહત સામગ્રી મોકલશે અને ત્યાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી પરત લાવશે.
