ટ્ર્મ્પના ભારત પ્રવાસથી સંબંધો વધુ મજબૂત થશે : વ્હાઈટ હાઉસ
Live TV
-
24 ફેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન બનશે
24 ફેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન બનશે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ઇવાન્કા ટ્રમ્પ અને જમાઇ જેરેડ પણ સામેલ હશે. આ સાથે 12 સદસ્યોનું પ્રતિનિધિ મંડળ પણ આવશે. જેમાં પ્રસે સચિવ સ્ટેફની ગ્રિશમ, અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકાર રોબર્ટ ઓ બ્રાયન અને ઉર્જા સચિવ ડૈન બ્રોઇલેટ સામેલ હશે. વ્હાઇટ હાઉસે આ પ્રવાસના મુખ્ય અજેન્ડાને રજૂ કરતાં જણાવ્યું છે કે.બંને દેશો વચ્ચે આર્થિક ક્ષેત્રે સંબંધ મજબૂત બનવવા મુદ્દે ચર્ચાં થઇ શકે છે. તેમજ આતંકવાદ સામે લડવા માટે સુરક્ષા સંબંધિત સહયોગ અને અફઘાનિસ્તાનની શાંતિ માટે ભારતના સહયોગની અપેક્ષા સહિતના મુખ્ય મુદ્દાઓ સામેલ છે. આ તમામ મુદ્દા પર બંને દેશો દ્રારા દ્રિપક્ષીય વાતચીત થઇ શકે છે
