દક્ષિણ કોરિયામા કોરોના વાયરસના એક જ દિવસમાં 2 કેસ નોંધાયા
Live TV
-
જ્યારે ચીનમાં કોરોના વાયરસના કેસમાં થયો ઘટાડો
કેન્દ્રીય કેબિનેટ સચિવે કોરોના વાયરસ પર ઉચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં દેશના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરતાં નાગરિકોને સિંગાપુરની અનાવશ્યક યાત્રાથી બચવાની સલાહ આપવામાં આવી છે. તો કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને નવી દિલ્હીમાં મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ સાથે કોરોના વાયરસને ધ્યાને લઈને લેવાયેલા પગલાં અંગે સમીક્ષા કરી હતી. સ્વાસ્થ્યમંત્રીને જણાવવામાં આવ્યું કે, કોરોના સામે લડવા માટે સઘન પગલા લેવામાં આવ્યાં છે. દેશના 21 એરપોર્ટ પર યાત્રીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં માત્ર 3 કેરળના નાગરિકોમાં કોરોનાની અસર જોવા મળી હતી. જે સંપૂર્ણ સ્વસ્થ થતાં ઘરે મોકલી દેવાયા છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં ચીનમાં 2 હજાર 236 લોકોના મૃત્યુ થયા છે
