FATFએ પાકિસ્તાનને ગ્રે યાદીમાં યથાવત રાખવાનો નિર્ણય કર્યો
Live TV
-
FATFએ જણાવ્યું છે કે ત્રાસવાદી જૂથોને નાણાંકીય ભંડોળ પૂરી પાડતી સંસ્થાઓ સામે તપાસ કરવામાં પાકિસ્તાન જો નિષ્ફળ નિવડે તો તેની સામે કડક પગલા લેવાશે
ત્રાસવાદીઓને થતા નાણાં પુરવઠા ઉપર નજર રાખતી વૈશ્વિક સંસ્થા – ફાઇનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સે FATFએ પાકિસ્તાનને ગ્રે યાદીમાં યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. FATFના પેરિસ સત્રમાં આ નિર્ણય કરાયો છે. FATFએ જણાવ્યું છે કે ત્રાસવાદી જૂથોને નાણાંકીય ભંડોળ પૂરી પાડતી સંસ્થાઓ સામે તપાસ કરવામાં પાકિસ્તાન જો નિષ્ફળ નિવડે તો તેની સામે કડક પગલા લેવાશે. ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર લશ્કરી તૈયબા, જેશ એ મહંમદ અને હિઝબુલ મુઝાહીદીન જેવી સંસ્થાઓને થતી નાણા સહાય અટકાવવા પાકિસ્તાનને આપેલા કુલ ર૭ કાર્યોમાંથી કેટલાક કાર્યો ઉપર પાકિસ્તાને કોઇ કાર્યવાહી કરી નથી.. પાકિસ્તાનને જુન ર૦ર૦ સુધીમાં આ તમામ કાર્ય પુર્ણ કરવા જણાવ્યું છે. જો પાકિસ્તાન આ કામમાં નિષ્ફળ નિવડે તો એફએટીએફ એ પાકિસ્તાનને બ્લેક લીસ્ટમાં મુકવાની સંભાવના છે.
