ટ્રમ્પના ભારત આગમની વ્હાઇટ હાઉસની સત્તાવાર જાહેરાત
Live TV
-
ટ્રમ્પ ભારત મુલાકાતને આવશે.. ભારતના ત્રણ રાજ્યોની મુલાકાત લેશે.. અમદાવાદ, આગ્રા અને દિલ્હી ટ્રમ્પ જશે તેવુ નિવેદન વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરાયું છે..
ટ્રમ્પની ભારત મુલાકાતને લઇને વ્હાઇટ હાઉસે નિવેદન જાહેર કર્યુ હતું. તેમાં કહેવાયું છે કે, ભારત અને અમેરિકાના સંબંધો ગાઢ બની રહ્યાં છે. તેનું ઉદાહરણ ટ્રમ્પનો ભારત પ્રવાસ છે. તેમાં વધુમાં જણાવાયું હતું કે, પાકિસ્તાન આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે તો જ ભારત પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષિય વાતચિત શક્ય બનશે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ , 24 ફેબ્રુઆરીએ બે દિવસ ભારતની મુલાકાતે પહોંચી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ 36 કલાકમાં , 3 રાજ્યોની મુલાકાત લેશે. સૌ પ્રથમ તેઓ અમદાવાદ આવશે ,ત્યાર બાદ આગ્રા અને છેલ્લે તેઓ દિલ્હી જશે. આ મુલાકાત દરમિયાન , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે, ઉચ્ચ મંત્રીમંડળ સ્તરની વાર્તા દરમિયાન રક્ષા, સુરક્ષા, અને વેપાર સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
