ચીનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારત કુલ 107 પદકો સાથે ચોથા સ્થાને યથાવત
Live TV
-
ચીનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. અત્યાર સુધી ભારતે 28 સુવર્ણ, 38 રજત અને 41 કાંસ્ય સહિત કુલ 107 મેડલ પોતાના નામે કર્યા છે. ભારતની પુરૂષ કબડ્ડી ટીમે ફાઈનલમાં ઇરાનને હરાવી સુવર્ણં ચંદ્રક હાંસલ કર્યો છે. જ્યારે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તો, બેડમિન્ટનમાં ભારતીય જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજે ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. તો, ભારતીય મહિલા કબડ્ડી ટીમે ભારતને સુવર્ણ ચંદ્રક અપાવી પડકના આંક 107 સુધી પહોંચાડી દીધો હતો.
ઉપરાંત, ભારતે આર્ચરીમાં પણ 2 સુવર્ણ ચંદ્રક, 1 રજત ચંદ્રક અને 1 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. આજે ભારતની મહિલા અને પુરૂષ ટીમે ચેસમાં 2 રજત ચંદ્રક જીત્યા છે. જ્યારે રેસલિંગમાં દિપક પૂનિયાએ ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. તો મહિલા હૉકી ટીમે જાપાનને 2-1થી હરાવી કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
