Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયેલ: હમાસના હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 40 થઈ 700થી વધુ લોકો ઘાયલ

Live TV

X
  • હમાસના હુમલામાં ઇઝરાયેલમાં મૃત્યુઆંક વધીને 40 થયો છે. તાજેતરમાં મળેલા સમાચાર મુજબ હુમલામાં 700 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સંખ્યા વધવાની આશંકા છે. હમાસે ઓચિંતો હુમલો કર્યા પછી આજે દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલમાં રોકેટ છોડ્યા છે.

    હમાસે તેના આતંકવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસ્યા બાદ સરહદ નજીકથી કેટલાય ઈઝરાયેલી સૈનિકોને પકડી લીધા હોવાનો પણ દાવો કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તેણે ગાઝામાં હવાઈ હુમલા સાથે જવાબ આપ્યો અને ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ શરૂ કર્યું. ઇઝરાયેલ વાયુસેનાએ ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને અનેક સ્થળોએ નિશાન બનાવીને ડઝનબંધ ફાઇટર જેટ સાથે હુમલો કર્યો છે.  પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ જાહેર કર્યું કે ઇઝરાયેલ યુદ્ધની સ્થિતિમાં છે.

    આ દરમિયાન, વિશ્વના ઘણા નેતાઓએ હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલ પરના હુમલાની નિંદા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ પર થયેલા હમાસના હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે કહ્યું કે ભારત આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલ સાથે પડખે ઊભું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply