Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયલે ગાઝા પટ્ટી પર કર્યો હુમલો, હમાસના આતંકવાદી હુમલામાં ઈઝરાયલમાં 250થી વધુના મૃત્યુ થયા

Live TV

X
  • ઈઝરાયલના અલગ અલગ શહેરમાં થયેલા રોકેટ હુમલાથી ખૂબ મોટા નુકસાનની પણ આશંકા વ્યક્ત કરાઈ છે

    ઈઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે ચાલી રહેલો ધમાસાણ ખૂબ ઉગ્ર બનતો જઈ રહ્યો છે...ઈઝરાયલ પર હમાસના જીવલેણ હુમલાથી અત્યારસુધીમાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાની વાત સામે આવી રહી છે...ઈઝરાયલના અલગ અલગ શહેરમાં થયેલા રોકેટ હુમલાથી ખૂબ મોટા નુકસાનની પણ આશંકા વ્યક્ત કરાઈ છે.કેટલીય બિલ્ડિંગ્સ છે જેમાં આગ લાગી ગઈ છે.કેટલીક બિલ્ડિંગ્સ રોકેટ હુમલામાં ધરાશાયી થઈ ગઈ છે...આ હુમલાના જવાબમાં ઈઝરાયલે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો છે...ઈઝરાયેલી સેના દ્વારા સરહદ પર રહેતા લોકોને ઘરની અંદર રહેવા સૂચના આપવામાં આવી છે.ઈઝરાયેલે કહ્યું કે, તેણે પોતાની આઈરન ડ્રોન સુરક્ષા કવચને સક્રિય કરી નાખ્યું છે.ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હમાસને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે અને તેને અંદાજો પણ નથી કે તેની સાથે શું થશે હવે વિશ્વના ઘણા દેશોએ હમાસના હુમલાની નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે.

    ઈઝરાયલ પર થયેલા હમાસના આતંકવાદી હુમલા પર આજે સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તાત્કાલિક એક ઈમરજન્સી બેઠકનું આયોજન કર્યું છે... આ ક્લોઝ ડોર બેઠકમાં ઈઝરાયલ પર કરાયેલા હમાસના હુમલા બાદ મધ્ય પૂર્વની સ્થિતિ શું છે તેના પર અતિગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનીયો ગુટરસે હમાસના હુમલાને કઠોર શબ્દોમાં વખોડી નાખ્યો છે અને વધુ ઉગ્રતાથી દૂર રહેવા સૌને આગ્રહ કર્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply