Skip to main content
Settings Settings for Dark

હમાસના આતંકવાદી હુમલા પર સયુક્ત રાષ્ટ્ર સુરાક્ષા પરિષદે ઈમરજન્સી બેઠક બોલાવી

Live TV

X
  • આ ક્લોઝ ડોર બેઠકમાં ઈઝરાયલ પર કરાયેલા હમાસના હુમલા બાદ મધ્ય પૂર્વની સ્થિતિ શું છે તેના પર અતિગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવશે

    ઈઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે ચાલી રહેલો ધમાસાણ ખૂબ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. ઈઝરાયલના અલગ અલગ શહેરમાં થયેલા રોકેટ હુમલાથી ખૂબ મોટા નુકસાનની પણ આશંકા વ્યક્ત કરાઈ છે.ઈઝરાયલ પર થયેલા હમાસના આતંકવાદી હુમલા પર સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તાત્કાલિક એક ઈમરજન્સી બેઠકનું આયોજન કર્યું છે. આ ક્લોઝ ડોર બેઠકમાં ઈઝરાયલ પર કરાયેલા હમાસના હુમલા બાદ મધ્ય પૂર્વની સ્થિતિ શું છે તેના પર અતિગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવશે.સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનીયો ગુટરસે હમાસના હુમલાને કઠોર શબ્દોમાં વખોડી નાખ્યો છે અને વધુ ઉગ્રતાથી દૂર રહેવા સૌને આગ્રહ કર્યો છે.

    ઈઝરાયલ પર હમાસના જીવલેણ હુમલાથી અત્યારસુધીમાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાની વાત સામે આવી રહી છે. કેટલીય બિલ્ડિંગ્સ છે જેમાં આગ લાગી ગઈ છે. કેટલીક બિલ્ડિંગ્સ રોકેટ હુમલામાં ધરાશાયી થઈ ગઈ છે. આ હુમલાના જવાબમાં ઈઝરાયલે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો છે. ઈઝરાયેલી સેના દ્વારા સરહદ પર રહેતા લોકોને ઘરની અંદર રહેવા સૂચના આપવામાં આવી છે. વિશ્વના ઘણા દેશોએ હમાસના હુમલાની નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply