Skip to main content
Settings Settings for Dark

ચીન-અમેરિકા સંઘર્ષ, તાઈવાનના રાષ્ટ્રપતિની અમેરિકા મુલાકાતથી નારાજ ચીને તાઈવાનને ઘેરીને શરુ કર્યું શક્તિ પ્રદર્શન

Live TV

X
  • તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન હાલમાં જ અમેરિકાના પ્રવાસ પરથી પરત ફર્યા છે. તાઈવાનના રાષ્ટ્રપતિની આ મુલાકાતથી ચીન નારાજ થયુ હતું. ચીને આ મુલાકાત બાદ ત્રણ દિવસના યુધ્ધાભ્યાસના નામે તાઈવાનને ઘેરીને શક્તિ પ્રદર્શન શરુ કર્યું છે. આજે સતત બીજા દિવસે ચીને પોતાના 9 યુધ્ધ જહાજો અને 70 વિમાનોને તાઈવાનની આસપાસ તહેનાત કર્યા છે. દુનિયા ચીનની આ કવાયતને અધ્ધરશ્વાસે જોઈ રહી છે તો બીજી તરફ, આ શક્તિ પ્રદર્શને તાઈવાનના નાગરિકોને ડરાવી દીધા છે.

    તાઈવાનના નાગરિકોનું કહેવું છે કે, યુધ્ધ થશે તો બંને પક્ષને ભારે નુકસાન સહન કરવુ પડશે. બીજી તરફ ચીને તાઈવાનના દરિયા કિનારા નજીક પોતાના જહાજોનો જમાવડો કર્યો છે. સાથે સાથે ચીનની વાયુસેનાના સેંકડો યુદ્ધ  વિમાનો ઉડાન ભરી રહ્યા છે. ચીન દુનિયાને અને અમેરિકાને પોતાની તાકાત બતાવી રહ્યું છે અને ભયનો માહોલ ઊભો કરી રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply