છઠ્ઠી સ્કોર્પિન સબમરીન 'વાઘશીર'નું પ્રથમ દરિયાઈ પરીક્ષણ
Live TV
-
વાઘશીર આ ટ્રાયલ પૂર્ણ થયા બાદ 2024ની શરૂઆતમાં ભારતીય નૌકાદળને ડિલિવરી માટે સુનિશ્ચિત થયેલ છે.
પ્રોજેક્ટ 75 અંતર્ગત, ભારતીય નૌકાદળના કલવરી વર્ગની છઠ્ઠી સબમરીન 18 મે 2023ના રોજ તેના દરિયાઇ પરીક્ષણો શરૂ કરી હતી. આ સબમરીનને 20 એપ્રિલ 2022માં મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL)ના કાન્હોજી આંગ્રે વેટ બેસિનમાંથી લોન્ચ કરવામાં આવી હતી. વાઘશીર આ ટ્રાયલ પૂર્ણ થયા બાદ 2024ની શરૂઆતમાં ભારતીય નૌકાદળને ડિલિવરી માટે સુનિશ્ચિત થયેલ છે.
MDLએ પ્રોજેક્ટની ત્રણ સબમરીન સેનાને પહોંચાડી છે - 24 મહિનામાં 75 અને છઠ્ઠી સબમરીનની દરિયાઈ પરીક્ષણની શરૂઆત એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. આ આત્મનિર્ભરભારત તરફના પ્રોત્સાહનનું સૂચક છે.
સબમરીન હવે સમુદ્રમાં તેની તમામ પ્રણાલીઓના સઘન પરીક્ષણોમાંથી પસાર થશે, જેમાં પ્રોપલ્શન સિસ્ટમ, શસ્ત્રો અને સેન્સરનો સમાવેશ થાય છે.
