ઉત્તર ઇટાલીમાં પૂરમાં નવના મોત, ફોર્મ્યુલા વન રેસ રદ
Live TV
-
ઇટાલીના ઉત્તરીય એમિલિયા-રોમાગ્ના પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન થયું હતું. જેમાં નવ લોકો મૃત્યુ થયા હતા અને હજારો લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
નાગરિક સુરક્ષા મંત્રી નેલો મુસુમેસીએ જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં માત્ર 36 કલાકમાં વર્ષનો અડધો વરસાદ થયો હતો. જેના કારણે નદીઓમાં પુર આવ્યું હતું. શહેરોમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદના કારણે હજારો એકર ખેતીની જમીન ડૂબી ગઈ હતી.
ઉત્તર ઇટાલીમાં પૂરના કારણે 37 શહેર-જિલ્લા પ્રભાવિત થયા હતા અને લગભગ 120 ભૂસ્ખલન નોંધાયા હતા. બોલોગ્ના શહેરની નજીક એક પુલ તૂટી પડ્યો. કેટલાક રસ્તાઓ પૂરના પાણીથી નબળા પડી ગયા હતા અને ઘણી ટ્રેન સ્થગિત કરવામાં આવી. એડ્રિયાટિક દરિયાકાંઠાનું શહેર રેવેના ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. સ્થાનિક ગૃહ મંત્રાલયના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે લગભગ 14,000 લોકોને શક્ય તેટલી વહેલી તકે આ વિસ્તારમાંથી બહાર કાઢવા પડશે.
