મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારતને પ્રત્યર્પણ કરવા US કોર્ટની મંજૂરી
Live TV
-
62 વર્ષનો રાણા યુએસની જેલમાં કેદ છે
26/11 મુંબઈ હુમલાને લઈ મહત્ત્વના સમાચાર છે. 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપી પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને ભારતને પ્રત્યર્પણ કરવા માટેની મંજૂરી યુએસની કોર્ટે આપી દીધી છે. 62 વર્ષનો રાણા યુએસની જેલમાં કેદ છે. મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંવાદી જૂથ લશ્કર-એ તૈયબાએ લીધી હતી. તેના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીને માહિતી મળી હતી કે આ હુમલામાં તેણે આતંવાદીઓને મદદ કરી અને તેના પગલે ભારતે તેના પ્રત્યર્પણની માંગ કરી હતી.
