જલવાયુ પરિવર્તન સંમેલન: વૈશ્વિક કાર્બન બજાર પર કોઈ ઉકેલ નહીં
Live TV
-
ધરતી પર સતત વધતા તાપમાનને કાબૂમાં કરવા માટે ઉપાયોને લઈને સંયુક્ત રાષ્ટ્રના તત્વાધાનમાં બેઠકમાં ચર્ચા થઈ..આ બેઠકમાં દુનિયાના લગભગ 200 દેશોના પ્રતિનિધિઓએ સામૂહિક ઘોષણા પત્ર જારી કર્યું છે..
સંયુક્ત રાષ્ટ્રના તત્વાધાનમાં બે સપ્તાહ સુધી મૈડ્રિડમાં ચાલેલી મેરેથોન જલવાયુ વાર્તા પૂર્ણ થઈ ગઈ છે...ધરતીના સતત વધતા તાપમાનને કાબૂમાં કરવા માટે ઉપાયોને લઈને મળેલી આ બેઠકમાં મહત્વની ચર્ચા થઈ..જો કે આ બેઠકમાં વૈશ્વિક કાર્બન બજાર પર કોઈ અંતિમ નિર્ણય નહીં થઈ શક્યો અને તેને આગામી વર્ષ સુધી તેને ટાળી દેવામાં આવી છે...
બેઠકમાં દુનિયાના લગભગ 200 દેશોના પ્રતિનિધિઓએ સામૂહિક ઘોષણા પત્ર જાહેર કર્યું છે..જેમાં ધરતીના વધતા તાપમાન માટે જવાબદાર ગ્રીન હાઉસ ગૈસોના ઉત્સર્જનમાં કાપ તથા જલવાયુ પરિવર્તનથી પ્રભાવિત ગરીબ દેશોની મદદની વાત કરી..જલવાયુ પરિવર્તનના મુદ્દા પર આગામી બેઠક હવે ગ્લાસગોમાં થશે
પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાયેલા સંગઠનો અને કાર્યકર્તાઓએ વાર્તમાં કોઈ પરિણામ સુધી ન પહોંચવા બદલ દુનિયાના અમીર દેશોની આલોચના કરી..વાર્તાસ્થળની બહાર મોટી સંખ્યામાં પર્યાવરણથી જોડાયેલા સંગઠનોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું
