Skip to main content
Settings Settings for Dark

જાણો, કયા દેશમાં એક જ દિવસમાં કોવિડ-19ના 33 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા

Live TV

X
  • વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસની ગતિ ઝડપથી વધી રહી છે. યુએસ પછી કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં બ્રાઝિલ બીજા ક્રમે છે. કોરોના વાયરસથી શનિવારે બ્રાઝિલમાં બધા રેકોર્ડ તૂટી ગયા છે. એક જ દિવસમાં દેશમાં 33 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા. 

    બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે શનિવારે જીવલેણ કોરોના વાયરસના નવા 33,274 કેસ નોંધાયા છે. બ્રાઝિલમાં એક જ દિવસમાં 956 મૃત્યુ થતાં મોતનો આંકડો 28 હજારને પર થઈ ગયો છે. 

     આ સિવાય વાયરસથી મૃત્યુના કિસ્સામાં બ્રાઝિલ ફ્રાન્સને પાછળ છોડી ગયું છે. હવે ફક્ત અમેરિકા, બ્રિટન અને ઇટાલી જ તેના પર છે. દક્ષિણ અમેરિકાના રાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4 લાખ 98 હજાર 440 થઈ ગઈ છે. ચેપના મામલે બ્રાઝિલ ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સથી પાછળ છે, ત્યાં કોરોના વાયરસના 1.7 મિલિયનથી વધુ કેસ છે અને મૃત્યુની સંખ્યા એક લાખથી વધુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply