જાપાનના ઓસાકામાં જી-ટ્વેન્ટી શિખર સંમેલનનો વિષય માનવ કેન્દ્રિત ભાવિ સમાજ
Live TV
-
જાપાનના ઓસાકામાં જી-ટ્વેન્ટી શિખર સંમેલનની શરૂઆત થઈ ગઈ છે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત 19 દેશ ભાગ લઈ રહ્યાં છે
પાનના ઓસાકામાં જી-20 શિખર સંમેલનની શરૂઆત થઈ ગઈ છે. દુનિયાની 20 મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોએ તેમાં ભાગ લીધો છે.
જાપાનના ઓસાકામાં જી-ટ્વેન્ટી શિખર સંમેલનની શરૂઆત થઈ ગઈ છે. સંમેલનનો વિષય માનવ કેન્દ્રિત ભાવિ સમાજ છે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત 19 દેશ ભાગ લઈ રહ્યાં છે. સંમેલનમાં ચાર સત્રમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર વેપાર અને રોકાણ, ડિજીટલ અર્થવ્યવસ્થા અને અસમાનતા દૂર કરવા તેમજ જળવાયુ પરિવર્તન, ઊર્જા અને પર્યાવરણ જેવા મુદ્દા પર ચર્ચા-વિચારણાં ચાલી રહી છે. જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો અબેએ જી - ટ્વેન્ટી સંમેલન આયોજિત કરવા પર આનંદ વ્યક્ત કર્યો હતો.
સંમેલન દરમિયાન બ્રિક્સ નેતાઓની અનૌપચારિક બેઠક થઈ હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ પડકારનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં વિશ્વની અર્થવ્યવસ્થામાં મંદી અને અનિશ્ચિતતા, વિકાસ અને પ્રગતિને સસ્ટેનેબલ બનાવવા અંગે તેમજ આતંકવાદ અંગે વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. આપણે આતંકવાદ અને નસ્લવાદના સમર્થનના બધા માધ્યમોને રોકવા પડશે.
જાપાનના ઓસાકામાં જી-20 શિખર સંમેલન દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઇ હતી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમે લોકતંત્ર અને શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે લોકસભામાં શાનદાર જીત બદલ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ભારત સાથેની દોસ્તીને નવી ઉંચાઇ પર લઈ જવા કટિબદ્ધ છે. ભારત અને અમેરિકા વચ્ચે ઇરાન, રક્ષા, દ્વીપક્ષીય સંબંધ અને 5 જી કોમ્યુનિકેશનના મુદ્દે વાતચીત થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે મુલાકાત કરી હતી.
ઓસાકામાં શિખર સંમેલન દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો અબે વચ્ચે ત્રિપક્ષીય વાતચીત થઈ હતી. ભારત-જાપાન અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય બેઠકનો મુખ્ય વિષય ઇન્ડો-પેસિફિક હતો. ત્રણ દેશ કનેક્ટિવિટી, પાયાના સ્ટ્રક્ચર, શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા કેવી રીતે કામ કરી શકે છે તે વિશે પણ ચર્ચા થઈ હતી.
જાપાનના ઓસાકામાં બે દિવસની જી-20 સંમેલનમાં ઘણી મહત્વની વાતો સામે આવશે. જેમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થા છે તે તમામને ફાયદો થશે.
