જાપાનની સત્તાધારી પાર્ટી LDP અને તેના ગઠબંધન સાથી પક્ષે સંસદીય ચૂંટણીમાં મોટી જીત મેળવી
Live TV
-
જાપાનમાં સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) અને તેના જુનિયર ગઠબંધન સાથી કોમઇતોને સંસદીય ચૂંટણીમાં મોટી જીત મળી છે.
જાપાનની સત્તાધારી પાર્ટી અને તેના ગઠબંધન સાથી પક્ષે સંસદીય ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. લિબરલ ડેમોક્રેટિક પાર્ટી-એલડીપી અને તેની ગઠબંધન ભાગીદાર કોમઇતો પાર્ટીએ 248 સીટવાળા ગૃહમાં તેમનો સંયુક્ત હિસ્સો વધારીને 146 કર્યો છે. ઉપલા ગૃહની અડધી બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ગઈકાલે ચૂંટણી પરિણામો માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રોગચાળો, રશિયા-યુક્રેન સંઘર્ષ અને વધતા ખર્ચ સહિત રાષ્ટ્ર સામેના પડકારોનો સામનો કરવાનું વચન આપ્યું હતું. કિશિદાએ જાપાનના અર્થતંત્રને પુનર્જીવિત કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે તેઓ જાપાનની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરશે અને બંધારણીય સુધારા માટે દબાણ કરવાનું ચાલુ રાખશે.
શુક્રવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યાના બે દિવસ બાદ જ ચૂંટણી આવી છે.
