Skip to main content
Settings Settings for Dark

જી-20 શિખર સંમેલન પહેલા બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકનું નિવેદન

Live TV

X
  • નવી દિલ્હીમાં 2 દિવસ યોજાનારી G-20 સમિટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં વિશ્વના અગ્રણી 20 દેશોના નેતાઓ આર્થિક અને વિકાસના મુદ્દા પર મંત્રણા કરવાના છે. આ સાથે જી-20 સમિટમાં ભાગ લેવા માટે ગઈ કાલે બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક પણ  દિલ્હી પહોંચ્યા હતા. બ્રિટનના પીએમ તેમના પત્ની અક્ષતા મુર્તિ સાથે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ ખાતે કેન્દ્રીયમંત્રી અશ્વિની ચૌબે દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે જી-20 શિખર સંમેલન પહેલા કહ્યું કે, ભારત તેમના માટે ખાસ છે. અને જી-20 ભારત માટે બહુ મોટી ઉપલબ્ધિ છે. સાથે જ તેમણે કહ્યું કે, જી-20 યજમાની માટે ભારત યોગ્ય સમયે, યોગ્ય દેશ છે. તેમણે કહ્યું હતું કે, પારસ્પરિક વિચાર-વિમર્શ સાથે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply