જી20 શિખર બેઠકનો પ્રારંભ
Live TV
-
શિખર બેઠકના પ્રથમ દિવસે જાપાન - અમેરિકા અને ભારત વચ્ચે પ્રથમ દ્વિ-પક્ષીય બેઠક યોજાઈ
જી20 શિખર બેઠકનો આરંભ થઈ ચૂક્યો છે. શિખર બેઠકના પ્રથમ દિવસે જાપાન - અમેરિકા અને ભારત વચ્ચે પ્રથમ દ્વિ-પક્ષીય બેઠક યોજાઈ હતી. હિન્દ - પ્રશાંત ક્ષેત્રની વેપારી ગતિવિધિ માટે આ બેઠક મહત્વની રહી હતી. ત્રણેય દેશોએ સમાન મૂલ્યો પર સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન રશિયા, ભારત અને ચીન વચ્ચે પણ એક ત્રિપક્ષીય બેઠક મળી હતી. ભારતની એશિયામાં વધી રહેલી ભૂમિકા અને પારસ્પરિક સહયોગના મુદ્દે બેઠકમાં વાતચીત થઈ હતી. આર.આઈ.સી.ની બેઠક માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂપિયાના પ્રમુખનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પહેલા જી20 શિખર સંમેલનમાં પણ ભાગ લીધો હતો.
જી20 શિખર બેઠકનો આરંભ થઈ ચૂક્યો છે. શિખર બેઠકના પ્રથમ દિવસે જાપાન - અમેરિકા અને ભારત વચ્ચે પ્રથમ દ્વિ-પક્ષીય બેઠક યોજાઈ હતી. હિન્દ - પ્રશાંત ક્ષેત્રની વેપારી ગતિવિધિ માટે આ બેઠક મહત્વની રહી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી આબે શિન્જો વચ્ચેની આ પ્રથમ બેઠકમાં ત્રણેય દેશોએ સમાન મૂલ્યો પર સાથે મળીને કામ કરવા પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં અમેરિકી પ્રમુખે મોદીની સહયોગ અને વિકાસની નીતિની પ્રશંસા કરી હતી. રશિયા, ભારત અને ચીન વચ્ચે પણ એક ત્રિપક્ષીય બેઠક મળી હતી. ભારતની એશિયામાં વધી રહેલી ભૂમિકા અને પારસ્પરિક સહયોગના મુદ્દે બેઠકમાં વાતચીત થઈ હતી. આર.આઈ.સી.ની બેઠકમાં ભાગ લેતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાર ઉદેશને સામે મૂકતાં રશિયાના પ્રમુખનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂપિયાના પ્રમુખનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પહેલા જી20 શિખર સંમેલનમાં પણ ભાગ લીધો હતો. આર્જેન્ટિનાના પ્રમુખ મોરિસિઓ માર્સીએ ઉદઘાટન સત્રને સંબોધ્યું હતું.
પ્રધાનમંત્રીએ ભારતમાં લોકોને જીવનધોરણને સુધારવા લેવાયેલા પગલાં અને સમાવેશી આર્થિક વ્યવસ્થાની વાત કરી હતી. શિખરમાં વિકાસમાં ટેકનોલોજીના ઉપયોગ વિશે પણ ચર્ચા થઈ હતી. જી20ના બીજા દિવસે પણ મંત્રણાઓનો દોર ચાલી ચાલુ રહ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ દેશોના નેતાઓ સાથેની બિન ઔપચારિક બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં આંતકવાદ અને આર્થિક અપરાધોને મુદ્દે પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં બ્રાઝિલ, રશિયા, દક્ષિણ આફ્રિકાના પ્રમુખ પણ હાજર રહ્યા હતા.
જી20 શિખર બેઠકની સાથેસાથ ભારત - ચીન, રશિયા વચ્ચે પણ ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી કહ્યું કે, જળવાયુ પરિવર્તન વચ્ચે સતત વિકાસને જાળવી રાખવો તે વિકાસશીલ દેશો માટે એક પડકાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે પછી ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ચીલીના પ્રમુખ સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.
