આજે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી
Live TV
-
એઈડ્સ અને તેની ઉપચાર શૈલી વિશે જનજાગૃતિ લાવવા આજે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
આજે વિશ્વમાં એઈડ્સ દિવસની ઉજવણી થઈ રહી છે. એઈડ્સ અને તેની ઉપચાર શૈલી વિશે જનજાગૃતિ લાવવા આજે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં પોઝીટીવ પીડિત બાળકોની સંખ્યા એક લાખ 20 હજાર છે. દક્ષિણ એશિયા પ્રદેશના દેશોનો આ સૌથી મોટો આંકડો છે યુનિસેફે આ પ્રસંગે એક અહેવાલ જારી કરતાં ચેતવણી આપી છે કે, એઈડ્સને રોકવાની દિવાતા પ્રયાસો વધશે નહીં તો 2030 સુધીમાં એઈડ્સના કારણે રોજ 80 કિશોરના મૃત્યુ થશે. જો કે, અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ એશિયામાં બાળકો ગર્ભવતી મહિલાઓ અને માતાઓમાં એઈડ્સને રોકવા સારા પ્રયાસ થઈ રહ્યા છે.
વિશ્વ એઇડ્સ દિવસ જાગૃતિ અભિયાન અર્થે નવસારી જુનિયર રેડક્રોસ અને આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત નવસારીના ઘ્વારા નવસારી ખાતે સવારે રેડક્રોસ ભવન સ્ટેશન રોડથી વિશાળ યુવા રેલીને નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, નગરપાલિકા પ્રમુખ કાંતિભાઇ પટેલ પ્રસ્થાન કરાવી હતી. દેશ અને દુનિયામાંથી એડ્સને સદંતર દૂર કરવા દર વર્ષે એડ્સ જાગૃતિ દિન તરીકે નવસારી જિલ્લામાં પણ વિવિધ શાળાના વિદ્યાર્થીઓને લઈને ઇન્ડિયન રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર બેનરો પર પેન્ટિંગ કરેલા સંદેશાઓ સાથે રેલી સ્વરૂપે ફેરી ફરી હતી અને સંદેશો પોહ્ચાડવાના પ્રયત્નો થકી રોગમુક્તિથી માહિગાર કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આરોગ્ય વિભાગ દ્રારા વિશ્વ ઍડસ ડે ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યુ,માછી મહાજન બીઍડ કોલેજમાં આરોગ્ય વિભાગની મિશન ડાયરેક્ટર ગુરુપ્રત સિંહ(Guruprit singh) દ્રારા ઝડી બતાવી રેલી રવાના કરી હતી.દમણ માં તમામ શાળાઅો અને ડેન્ટલ કોલેજ માં પોતા પોતા ના વિસ્તારમાં ઍચઆઈવી ઍડસ જાગરુતા રેલીનુ આયોજન રાખવામાં આવ્યુ હતુ.ઍડસ થી બચાવ વિશે લોકો ને માહિતી પણ આપવામાં આવી હતી.
દીવમાં આજે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે રેલી કડવામાં આવી જેમાં મોટી સનખ્યાંમાં સ્કૂલના વિધીયાર્થીઓ જોડાયા હતા. રેલીને દીવ કલેકટર હેમન્ત કુમાર લિલી જનડી આપી અને રેલી રવાના કરી હતી. આ રેલી હાયર સેકેન્ડરી સ્કૂલથી બન્દર ચોક થઈ દીવના મુખ્ય માર્ગોથી થઈ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પહોંચી જ્યાં વિધીયાર્થીઓને ડોકટર સુલતાનને એડ્સ વિશે જાણકારી આપી હતી.
આજે વિશ્વ એઇડ્સ ડે છે ત્યારે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં જન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી જિલ્લા કક્ષાએ મોડાસા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા એઇડ્સ અંગે જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા તાલુકા આરોગ્ય કચેરીએથી રેલીને જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન, જિલ્લા આરોગ્ય અધિકારી અમરનાથ વર્મા, નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી કૌશલ પટેલે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં જિલ્લા આરોગ્ય કચેરીના કર્મચારીઓ જોડાયા હતા, અને એઇડ્સને ડામવા અને તેનાથી બચવા અંગે સંદેશાઓ આપ્યા હતા, આ સાથે જ રેલીમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા, રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને એઇડ્સ અંગે જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો.
