મુંબઈ હુમલા સંબંધી જાણકારી આપનારને 50 લાખ ડોલરનું ઈનામ: અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયો
Live TV
-
અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ મુંબઈ હુમલો એક બર્બર હુમલો હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન સહિતના દેશોએ આ હુમલા સાથે સંકળાયેલા લશ્કર-એ-તૈયબા સહિતના પરિબળો સામે પ્રતિબંધ અમલી બનાવવાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિર્ણયનો અમલ કરવો જોઈએ.
અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ મુંબઈ હુમલો એક બર્બર હુમલો હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન સહિતના દેશોએ આ હુમલા સાથે સંકળાયેલા લશ્કર-એ-તૈયબા સહિતના પરિબળો સામે પ્રતિબંધ અમલી બનાવવાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિર્ણયનો અમલ કરવો જોઈએ. મુંબઈ હુમલાની દસમી વરસી અનુસંધાનમાં અમેરિકી વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે દશ વર્ષ પછી પણ મુંબઈ હુમલાના સૂત્રધારોને સજા નથી મળી તે મુંબઈ હુમલામાં માર્યા ગયેલાઓનું અપમાન છે. તેમણે કહ્યું કે અમેરિકા ઈચ્છે છે કે આ હુમલા માટે જવાબદાર લોકોને સજા મળે. અમેરિકી વિદેશ વિભાગની રીવોર્ડ ઓફ જસ્ટિસ પાંખે મુંબઈ હુમલા સંબંધી જાણકારી આપનારને 50 લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
