Skip to main content
Settings Settings for Dark

જી7 સમિટ : જો બાઈડને પીએમ મોદી પાસેથી ઓટોગ્રાફ માંગ્યો

Live TV

X
  • જાપાનના હિરોશિમા ખાતે ક્વોડ દેશોની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા હતાં. આજ નહિં તેમણે પીએમ મોદી પાસેથી ઓટોગ્રાફ પણ માંગ્યો હતો. આ પહેલા પણ તેઓ અનેક અવસરે નરેન્દ્ર મોદીના વખાણ કરી ચૂક્યા છે. શનિવારે જી-7ની બેઠક દરિમયાન તેઓ પીએમ મોદીની ખુરશી સુધી પહોંચ્યા હતાં. પ્રધાનમંત્રી મોદીએ પણ તેમણે ગળે લગાવ્યા હતાં. 
    સભાને સંબોધતા જો બાઈડને જણાવ્યું હતું કે, અમેરિકામાં પીએમ મોદીની લોકપ્રિયતા ઘણી વધારે છે. યુએસ નાગરિકો તમને મળવા માગે છે. મારે તમારો ઓટોગ્રાફ જોઈએ છે. ગઈકાલે બંને નેતા એકબીજાને મળવા માટે તેમની ખુરશી પાસે આવી ગયા હતાં. પીએમ મોદી પણ આદર સાથે ઊભા થયા અને તેમને ભેટ્યા હતાં. આ પહેલા  પણ બંને નેતાઓ અનેક પ્રસંગોએ એકબીજાને ઉષ્માપૂર્વક મળ્યા છે. તેમજ વ્હાઈટ હાઉસ પીએમ મોદી માટે ખાસ ડિનરનું આયોજન કરવા જઈ રહ્યું છે. 
    આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં યુકેના વડા પ્રધાન ઋષિ સુનક અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈન્સિયો લુલા દા સિલ્વા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ઋષિ સુનક સાથેની મુલાકાત ખૂબજ ફળદાયી રહી હતી. અમે વેપાર, ઈનોવેશન, વિજ્ઞાન અને આવા અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવાની ચર્ચા કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply