Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં G-7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં G-7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે યુક્રેનના સંઘર્ષની દુનિયા પર ખરાબ અસર પડી છે. મોદીએ એમ પણ કહ્યું કે તેમના માટે આ રાજકીય કે આર્થિક મુદ્દો નથી પરંતુ માનવતા અને માનવીય મૂલ્યોનો મુદ્દો છે.

    હિરોશિમામાં પત્રકારોને સંબોધતા વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ ઝેલેન્સકીને કહ્યું હતું કે ભારત આ સંઘર્ષનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા શોધવા માટે બધું જ કરશે. મોદીએ કહ્યું કે ભારત યુક્રેનના લોકોને માનવતાવાદી સહાયતા આપવાનું ચાલુ રાખશે. ક્વાત્રાએ માહિતી આપી હતી કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી મોદીને યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply