જાપાનના હિરોશિમામાં ત્રીજી ક્વાડ શિખર બેઠકમાં ક્વાડ નેતાઓએ સ્પષ્ટપણે આતંદવાદ અને મુંબઈમાં 26/11 અને પઠાણકોટમાં આતંકવાદી હુમલાની નિંદા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જાપાનના હિરોશિમામાં ત્રીજી ક્વાડ શિખર બેઠકમાં ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થેની અલ્બેનિસ, જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ભાગ લીધો હતો. ક્વાડ નેતાઓએ સ્પષ્ટપણે હિંસક આતંદવાદ અને તેના સંબંધિત પ્રવૃત્તિઓ અને સરહદ પારના આતંકવાદ સહિત કોઈપણ સ્વરૂપમાં આતંકવાદની નિંદા કરી હતી. એક સંયુક્ત નિવેદનમાં, તેઓએ મુંબઈમાં 26/11 અને પઠાણકોટમાં આતંકવાદી હુમલાની નિંદા કરી. વિદેશ મંત્રીએ કહ્યું કે આ નેતાઓએ સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને પરસ્પર વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસ પર સકારાત્મક ચર્ચા કરી હતી. મુક્ત, ખુલ્લા અને સર્વસમાવેશક ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટેના તેમના વિઝનમાં નેતાઓએ સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને વિવાદોના શાંતિપૂર્ણ નિરાકરણના સિદ્ધાંતોના મહત્વનો પુનરોચ્ચાર કર્યો. નેતાઓએ ક્વાડ વિઝન - ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના કાયમી ભાગીદારો પર એક નિવેદન પણ બહાર પાડ્યું, જે તેમના સિદ્ધાંતવાદી અભિગમને પ્રતિબિંબિત કરે છે.
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સમૃદ્ધિને મજબૂત કરવા માટે, નેતાઓએ ક્લીન એનર્જી સપ્લાય ચેઈન ઈનિશિએટીવની પણ જાહેરાત કરી હતી. 'ક્વાડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેલોશિપ પ્રોગ્રામ'એ તેને મજબૂત બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ 2024માં આગામી ક્વાડ સમિટ માટે ક્વાડ નેતાઓને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.
