Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી FIPIC સમિટમાં ભાગ લેવા માટે પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા

Live TV

X
  • પીઆઈસીમાં કુક આઈલેન્ડ, ફિજી, કિરીબાતી, માર્શલ આઈલેન્ડ, માઈક્રોનેશિયા, નાઉરુ,  નીયૂ, પલાઉ, પાપુઆ ન્યૂ ગિની, સમોઆ, સોલોમન આઈલેન્ડ, ટોંગા, તુવાલુ અને વનુઆતુનો સમાવેશ થાય છે

     પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કા માટે રવિવારે (21 મે) પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા. PM મોદી FIPIC સમિટમાં ભાગ લેવા માટે પાપુઆ ન્યૂ ગિની પહોંચી ગયા છે. જ્યાં તેમનું પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. 

    એરપોર્ટ પર પરંપરાગત ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

    PM મોદીનું પાપુઆ ન્યુ ગિનીના મોરેસ્બી (જૅક્સન) ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરંપરાગત ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં એનઆરઆઈ ત્યાં હાજર હતા. પીએમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. PM 22 મેના રોજ પાપુઆ ન્યૂ ગિનીમાં તેમના સમકક્ષ જેમ્સ મારાપે સાથે ત્રીજી ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) સમિટનું આયોજન કરશે.

    પીએમ જાપાનથી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા

    ત્રણ દેશોના પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદી પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા. કોઈપણ ભારતીય પ્રધાનમંત્રીની પાપુઆ ન્યૂ ગીનીની આ પ્રથમ મુલાકાત છે.  પ્રધાનમંત્રી જાપાનથી અહીં પહોંચ્યા હતા જ્યાં તેમણે G-7 સમિટમાં હાજરી આપી હતી અને વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. FIPICની રચના 2014માં પ્રધાનમંત્રી મોદીની ફિજીની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.

    14 દેશના નેતાઓ ભાગ લેશે

    FIPIC સમિટમાં 14 દેશોના નેતાઓ ભાગ લેશે. સામાન્ય રીતે કનેક્ટિવિટી અને અન્ય મુદ્દાઓના કારણે આ બધા ભાગ્યે જ એકસાથે જોવા મળે છે. પીઆઈસીમાં કુક આઈલેન્ડ, ફિજી, કિરીબાતી, માર્શલ આઈલેન્ડ, માઈક્રોનેશિયા, નાઉરુ,  નીયૂ, પલાઉ, પાપુઆ ન્યૂ ગિની, સમોઆ, સોલોમન આઈલેન્ડ, ટોંગા, તુવાલુ અને વનુઆતુનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદી મારાપે સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે અને પાપુઆ ન્યૂ ગિનીના ગવર્નર જનરલ બોબ ડાડે સાથે પણ મુલાકાત કરશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply