જૂન મહિનામાં યોજાનાર G-7 સમિટ રદ્દ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
Live TV
-
જૂન મહિનામાં અમેરિકામાં યોજાનાર હતી G-7 સમિટ
જૂન મહિનામાં યોજાનાર G-7 સમિટ રદ્દ કરવામાં આવી છે.. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે..રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે સંમેલનની નવી તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ તે સપ્ટેમ્બરમાં યુએન જનરલ એસેમ્બલીની બેઠકની આસપાસ હોઈ શકે છે. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે જી -7 એક ખૂબ જૂનો જૂથ છે, અને તે વિશ્વની વર્તમાન સ્થિતિનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરતું નથી. ટ્રમ્પે જી -7 ના વિસ્તરણની હિમાયત કરતાં ભારત, રશિયા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ કરવાનો સંકેત પણ આપ્યો હતો.જી 7 માં હાલમાં યુ.એસ., ફ્રાંસ, કેનેડા, બ્રિટન, જર્મની, જાપાન અને ઇટાલી શામેલ છે.
