Skip to main content
Settings Settings for Dark

જેએનયુએ તાન્ઝાનિયાના રાટ્રપતિ ડૉ. સામિયા સુલુહુ હસનને પીએચડીની પદવી એનાયત કરી

Live TV

X
  • તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ ડૉ. સામિયા સુલુહુ હસનને આજે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દ્વારા ભારત-તાન્ઝાનિયા સંબંધોને પ્રોત્સાહન આપવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમનો આભાર વ્યક્ત કરતા ડો.હસને જણાવ્યું હતું કે, આ સન્માન હંમેશા તેમની સ્મૃતિમાં રહેશે કારણ કે વિદેશમાં તેમના માટે આ પ્રથમ એવોર્ડ છે.

    આ પ્રસંગે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસનને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવી એ ભારત માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું હતું કે, શિક્ષણ અને ક્ષમતા નિર્માણ એ ભારત-તાન્ઝાનિયા સંબંધોના મહત્વપૂર્ણ પાસાઓ છે. ડો. જયશંકરે જણાવ્યું હતું, કે ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પાંચ હજારથી વધુ તાન્ઝાનિયાના નાગરિકોને તાલીમ આપવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે.  વૈશ્વિક વિક્ષેપ અને રોગચાળા દ્વારા ઊભા થયેલા પડકારો છતાં, ભારત-તાન્ઝાનિયા દ્વિપક્ષીય વેપારમાં વૃદ્ધિ જોવા મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply