અફઘાનિસ્તાનમાં આજે 6.3ની તીવ્રતાનો ભૂકંપ, શનિવારે પણ અફઘાનિસ્તાનમાં આવ્યો હતો ભૂકંપ
Live TV
-
બુધવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા.
બુધવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી અને ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમીની ઊંડાઈએ હતું. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસના અહેવાલ મુજબ અફઘાનિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ભૂકંપ આવ્યો છે.
આ ઉપરાંત શનિવારે આવેલા ભૂકંપના કારણે અફઘાનિસ્તાનમાં મોટાપાયે જાનમાલનું નુકસાન થયું હતું, શનિવારે અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેમાં 4,000થી વધુ લોકોના મોત થયા અને 9,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 1,000 થી વધુ બચાવ કાર્યકરો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ કાર્ય કરી રહ્યા છે. આ ભૂકંપમાં 1,300થી વધુ મકાનો ધરાશાયી થયા છે. રિપોર્ટ્સ અનુસાર શનિવારે આવેલ ભૂકંપમાં સંખ્યાબંધ ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું.
અફઘાનિસ્તાનમાં વારંવાર ભૂકંપ આવે છે. વિશેષ રૂપે હિંદુ કુશ પર્વતમાળામાં, જે યુરેશિયન અને ભારતીય ટેકટોનિક પ્લેટોના જંકશનની નજીક આવેલું છે. ભૂકંપને કારણે અફગાનિસ્તાનમાં અનેક સ્થળોએ રસ્તા તૂટી ગયા છે તથા અનેક મકાનો ધરાશાયી થયા છે.
