Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો પાંચમો દિવસ, અમેરિકી પ્રમુખ જો બાઇડન ઇઝરાયલના સમર્થનમાં

Live TV

X
  • અમેરીકી વિદેશ મંત્રી એન્થની બ્લિંકન આજે ઇઝરાયલની મુલાકાત લેશે.

    ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો પાંચમો દિવસ છે. ત્યારે ઇઝરાયલી વાયુસેના દ્વારા વિદેશોમાં તૈનાત પોતાના સૈનિકોને યુદ્ધમાં સામેલ કરવા માટે સ્વદેશ લવાયા છે. ઉપરાંત ઇઝરાયલે  3 લાખ પૂર્વ સૈનિકોને પણ યુદ્ધમાં સામેલ કરી લીધા છે. યુએનના રિપોર્ટ અનુસાર ગાઝાપટ્ટીથી અત્યાર સુધીમાં 1 લાખ 87હજાર લોકો વિસ્થાપિત થઇ ચૂક્યા છે. જો કે આ સંખ્યામાં હજી વધારો થાય તેવી આશા છે. તો યુદ્ધ વચ્ચે અમેરીકી વિદેશ મંત્રી એન્થની બ્લિંકન આજે ઇઝરાયલની મુલાકાત લેશે. 

    અમેરિકી પ્રમુખ જો બાઇડન ઇઝરાયલના સમર્થનમાં છે. તેમણે ઇઝરાયલ પીએમ બેન્ઝામિન નેતન્યાહુ સાથે ટેલિફોનિક વાત કરીને ઇઝરાયલની સુરક્ષા માટે અતૂટ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે, ‘ઇઝરાયલ પર હમાસના ઘાતક હુમલાને  ધ્યાનમાં રાખીને સ્થાનિક અને સંઘીય એજન્સીઓ અમેરિકામાં કોઈ ખતરાની શક્યતા પર ચાંપતી નજર રાખી રહી છે.  ઇઝરાયેલમાં બનેલી ઘટના ઘણા અમેરિકન પરિવારો માટે વ્યક્તિગત દુર્ઘટના હતી. કારણ કે, બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો છે. બાઈડેને ઈઝરાયેલના પ્રધાનમંત્રીને ખાતરી આપી હતી કે, અમેરિકા સુનિશ્ચિત કરશે કે, ઈઝરાયલ અને તેના લોકોની સુરક્ષા માટે જે પણ જરૂરી છે તે કરવામાં આવશે.’

    યુરોપીયન સંઘના વિદેશનીતિ પ્રમુખે ગાઝા માટે પાણી, ભોજન અને વીજળીની સુવિધા બંધ ન કરવાનો ઇઝરાયલને આગ્રહ કર્યો છે. તેમનુ કહેવુ છે કે, ઇઝરાયલે પોતાનું રક્ષણ કરવાનો અધિકાર છે. આંતરરાષ્ટ્રીય કાયદો અને માનવીય આધાર અનુસાર સુવિધાઓ બંધ કરવી યોગ્ય નથી. હમાસે કરેલા હુમલાના વિરોધમાં ન્યુયોર્કમાં ઇઝરાયલ સમર્થક રેલી યોજવામાં આવી હતી. ઓસ્ટ્રિયાએ પેલેસ્ટાઇની ક્ષેત્રોને અપાતી નાણાકીય સહાયને સસ્પેન્ડ કરી દીધી છે. ઓસ્ટ્રિયાના ચાન્સલરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આશંકા છે કે પેલેસ્ટાઇન સહાયનો ઉપયોગ આતંકવાદ નિર્દેશન માટે કરવામાં આવી રહ્યો છે. જેથી હાલ નાણાકીય સહાય રોકી દેવાઇ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply