જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનના રોકેટે આ વર્ષે પાંચમી વખત ઉડાન ભરી અને સ્પેસ સુધી પહોંચ્યું
Live TV
-
જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનના રોકેટે આ વર્ષે પાંચમી વખત ઉડાન ભરી અને સ્પેસ સુધી પહોંચ્યું, જેમાં કેનેડાના અભિનેતા વિલિયમ શેટનર પણ ક્રૂ-મેમ્બર તરીકે સામેલ રહ્યા હતા. તેમની ઉંમર 90 વર્ષ છે. જે સ્પેસમાં જનારા સૌથી મોટી ઉંમરના વ્યક્તિ બની ચુક્યા છે. જે રોકેટથી આ ઉડાન લોન્ચ કરવામાં આવી એનું નામ NS-18 છે. જેમાં શેટનર ઉપરાંત બ્લૂ ઓરિજિનના વાઈસ- પ્રેસિડન્ટ ઓડ્રે પોવર્સ, પ્લાન્ટ લેબના કો-ફાઉન્ડર ક્રિસ બાસહુઇઝેન અને મેડિડેટાના કો-ફાઉન્ડર ગ્લેડ ડી વ્રિસ હતા.
બુધવારે અમેરિકાના વેસ્ટ ટેક્સાસમાં પોતાનું લોન્ચ પેડ અને પ્રાઈવેટ ફેસિલિટી પરથી રોકેટે ઉડાન ભરી હતી. શરૂઆતથી અંત સુધીમાં આ મિશન પાર પડતા 11 મિનિટ લાગી હતી, જેમાંથી 3 મિનિટ સૌથી રોમાંચક હતી, જ્યારે ક્રૂ-મેમ્બર્સે લગભગ 3 મિનિટ સુધી વેઈટ લેસનેસમાં પસાર કર્યા.
