વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આર્મેનિયાનાના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સહયોગ વધારવા ચર્ચા કરી
Live TV
-
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર તેમના મધ્ય એશિયાના ત્રણ દેશના પ્રવાસે છે. આ પ્રવાસના અંતિમ તબક્કામાં ગઇકાલે તેમણે આર્મેનિયા દેશના તેમના સમકક્ષ અરારાત મિર્જોયાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા એક રોડમેપ પર ચર્ચા કરવામાં આવી હતી. બન્ને દેશ વેપાર, શિક્ષણ અને સંસ્કૃતિ આદાન-પ્રદાન વધારવા પર સંમત થયા હતા.
આ દરમિયાન વિદેશમંત્રી એસ જયશંકરે ચાબહારને ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોરમાં સામેલ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ડૉ. એસ. જયશંકરે યેરેવનમાં મહાત્માં ગાંધીની પ્રતિમા પર શ્રધ્ધાંજલી અર્પીત કરી હતી. સાથે જ તેમણે અર્મેનિયામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે અને અર્મેનિયાના લોકો સાથે મુલાકાત કરી હતી.
