ભારત મુલાકાતે આવેલ ડેન્માર્કના પ્રધાનમંત્રીએ આગ્રા-તાજમહેલની લીધી મુલાકાત
Live TV
-
ભારતની 3 દિવસીય મુલાકાતે આવેલ ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડ્રિકસન અને તેમના પતિએ રવિવારે આગ્રા પહોચીને તાજમહેલની મુલાકાત લીધી હતી. તાજમહેલને નિહાળીને તેમણે તાજમહેલને એક ખૂબ સુંદર સ્થાન ગણાવ્યું હતું. ત્યાં તેમણે અંદાજે બે કલાક જેટલો સમય વિતાવ્યો હતો. ડેન્માર્કનાં પ્રધાનમંત્રી તાજમહેલને જોવા માટે શનિવારે રાત્રે જ આગ્રા પહોંચી ગયાં હતાં. આગ્રામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરક્ષા કારણોસર તાજમહેલને બે કલાક માટે પર્યટકો માટે બંધ રાખવામાં આવ્યો હતો. ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટે ફેડ્રિકસન અને તેના પતિએ આગ્રાના કિલ્લાની પણ મુલાકાત લીધી હતી. ડેન્માર્કના પ્રધાનમંત્રીની આગ્રાના કિલ્લા અને તાજમહેલને પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતાં.
