'જોય બાંગ્લા' બન્યું બાંગ્લાદેશનું રાષ્ટ્રીય સૂત્ર
Live TV
-
બાંગ્લાદેશની હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે હવે થી 'જોય બાંગ્લા' બાંગ્લાદેશનું રાષ્ટ્રીય સૂત્ર હશે.
ગઈકાલે પસાર થયેલા આદેશમાં હાઇકોર્ટની બે ન્યાયાધીશોની ખંડપીઠે સત્તાધીશોને જરૂરી પગલા ભરવા જણાવ્યું હતું જેથી સંવિધાનિક હોદ્દાઓ ધરાવતા તમામ લોકો અને રાજ્યના અધિકારીઓ રાષ્ટ્રીય દિવસો અને અન્ય યોગ્ય પ્રસંગો પર તેમના ભાષણો પછી 'જોય બાંગ્લા' નો ઉપયોગ કરે. અદાલતે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ 'જોય બાંગ્લા' સૂત્રનો ઉપયોગ કરે. વધુમાં, આ મુદ્દે સરકારને ત્રણ મહિનામાં અહેવાલ આપવો પડશે. 1971 માં પાકિસ્તાન વિરુદ્ધ લડાયેલી બાંગ્લાદેશની મુક્તિ યુદ્ધ દરમિયાન 'જોય બાંગ્લા' મુખ્ય સૂત્ર હતું. બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાને પણ પોતાના ભાષણોમાં અને ખાસ કરીને 1971 માં તેમના 7મી માર્ચના ઐતિહાસિક ભાષણ દરમિયાન 'જોય બાંગ્લા' ના સૂત્ર સાથે સ્વતંત્રતાનો ઉદધોષ કર્યો હતો.
