જો બાઈડને બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી
Live TV
-
અમેરિકામાં આવતા વર્ષે 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે
અમેરિકામાં આવતા વર્ષે 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહીન છે ત્યારે યુએસ પ્રમુખ જો બાઈડને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટણી લડશે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે, તમામ પેઢીઓને લોકશાહી સાથે ઉભા રહેવાનો સમય મળે છે. “હું યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટણી લડી રહ્યો છું. અમારી સાથ જોડાઓ.'' તમને જણાવી દઈએ કે અમેરિકામાં આવતા વર્ષે 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. જો બિડેન વર્ષ 2020 માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા. તેમના પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા.
