Skip to main content
Settings Settings for Dark

જ્યોર્જ ફ્લોયડને હોમટાઉન હ્યુસ્ટનમાં માતાની કબર પાસે દફનાવવામાં આવ્યા  

Live TV

X
  •  નોંધપાત્ર વાત એ છે કે પોલીસ કસ્ટડીમાં ફ્લોઈડના મૃત્યુ બાદ, યુ.એસ. સહિત અન્ય ઘણા દેશોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

    શ્રદ્ધાંજલિ સભા બાદ આફ્રિકન-અમેરિકન જ્યોર્જ ફ્લોયડને હોમટાઉન હ્યુસ્ટનમાં દફનાવવામાં આવ્યા હતા. આ સભામાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. નોંધપાત્ર વાત એ છે કે, 25 મી મેના રોજ મિનીપોલિસમાં પોલીસ કસ્ટડીમાં ફ્લોઇડના મૃત્યુ પછી, વંશીય ભેદભાવના વિરોધમાં અમેરિકા સહિતના ઘણા દેશોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થયાં.

    મિનેસોટા રાજ્યની મિનેપોલીસ શહેરની પોલીસે 25 મેના રોજ જ્યોર્જ ફ્લોયડને છેતરપિંડીના આરોપમાં પકડ્યા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીએ તેમને જમીન પર સુવડાવી લગભગ 9 મિનિટ સુધી તેમની ગરદન દબાવી રાખી હતી. તેનાથી જ્યોર્જનો શ્વાસ રૂંધાયો અને તેમનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતા જ દેખાવો શરૂ થયા હતા. ફ્લોઈડના મોત બાદ, અનેકવાર હિંસક વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાએ લૂંટની ઘટનાઓ પણ બની રહી છે.

    શનિવારે અંતિમ સંસ્કાર માટે ફ્લોયડનો મૃતદેહ અહીં લાવવામાં આવ્યો હતો. તેને તેની માતાની કબ્રની બાજુમાં  દફનાવવામાં આવ્યા. છેલ્લા બે અઠવાડિયામાં, ફ્લોઈડ રંગભેદ નાબૂદ માટે વિશ્વવ્યાપી અભિયાન બની ગયું છે. ફ્લોયડને સફેદ ઘોડાગાડીમાં અંતિમવિધિ માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે સળગતી ગરમી છતાં સેંકડો લોકો સ્મશાનગૃહની બહાર ઉભા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply